Solar Fencing Yojana: ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લેવા આજથી ખૂલ્યું i-Khedut પોર્ટલ, 50 ટકા સુધી મળશે સહાય
i-Khedut: આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
Gujarat Government Solar Fencing Yojana: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણયની જાહેરાત કરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખેડૂતોને સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટની ખરીદી કરવા માટે સરકાર દ્વારા સહાયતા આપવામાં આવશે.આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
કૃષિમંત્રી રાઘવજી પટેલેએ નિર્ણય વિશે જણાવતા ઉમેર્યું હતું કે, સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, એલાર્મ , MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે.
ધરતીપુત્રોની કર્મભૂમિ ગણાતા ખેતરની રક્ષા કરવા રાજ્ય સરકાર દ્વારા સોલાર ફેન્સીંગ યોજના થકી ખેડૂતોને સહાય અપાઈ રહી છે જેથી ખેડૂતવર્ગ પાકોના રક્ષણ સાથે ખર્ચમાં ઘટાડો કરી શકે છે.
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) September 10, 2022
લાભ લેવા માટે ૧૦-૦૯-૨૦૨૨ થી ૦૯-૧૦-૨૦૨૨ સુધી ikhedut પોર્ટલ પર અરજી કરી શકાશે. pic.twitter.com/1hhTiOjMnv
વર્ષ 2022-2023માં રાજ્યના ખેડુતોને વન્ય રખડતા પ્રાણીઓ દ્વારા થતા ઉભા પાકના નુકશાનને અટકાવવા માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા ‘સોલાર પાવર યુનિટ કિટ’ની ખરીદીમાં નાણાકિય સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ આઈ.ખેડૂત પોર્ટલ પર (https://ikhedut.gujarat.gov.in) તારીખ 10 સપ્ટેમ્બર, 2022 થી એક માસ સુધી ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. Uen વન્ય અથવા રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોઓ આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદમાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાના બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઉભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.