i-Khedut: રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને જામ, કેચપ, અથાણા બનાવવાની અપાશે તાલીમ, આ તારીખ પહેલા કરાવો રજિસ્ટ્રેશન
રાજ્યના દરેક જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને ફળ, શાકભાજીમાંથી જામ, કેચપ, માર્માલેન્ડ, નેક્ટર, અથાણા અને મુરબ્બો જેવી બનાવટો બનાવવાના બે થી પાંચ દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
Horticulture: ગુજરાતમાં મહિલા ખેડૂત આત્મનિર્ભર બને તે માટે બાગાયત વિભાગ દ્વારા એક ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી જામ, કેચપ, માર્માલેન્ડ, નેક્ટર, અથાણા અને મુરબ્બો જેવી બનાવટો બનાવવાના બે થી પાંચ દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ માટે ઇચ્છુક મહિલાઓ ikhedut.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.
કોને અરજી આપવાની રહેશે અને કયા પુરાવા આપવા પડશે
- અરજી જિલ્લાની નાયબ બાગાયત કચેરીમાં આપવાની રહેશે. ઓનલાઈન અરજીની નકલ સાથે
- બેંક પાસબુક ઝેરોક્ષ
- રદ્દ કરેલ ચેક
- રાશન કાર્ડની નકલ
- આધાર કાર્ડની નકલ આપવાની રહેશે.
તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન કેટલી મળશે સહાય
તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન 250 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે. જે સીધી જ તેમના બેંક ખાતામાં જમા થશે.
આત્મનિર્ભર મહિલા ખેડૂત, આત્મનિર્ભર ભારત. pic.twitter.com/ve2B7OMxV1
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) April 23, 2022
પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતના સૌથી મોટા મિત્ર છે આ જંતુ, ઓળખાય છે ખેડૂતના કુદરતી હળ તરીકે
ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી ખેડૂતો ખેતરમાં આડેધડ રાસાયણિક ખાતરો છાંટતા હોય છે. જેના કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના વધારે પડતાં ઉપયોગથી અળસિયાની સંખ્યા ઓછી થઈ જાય છે અને તેની અસર ખેડૂતોના પાક પર થાય છે. અળસિયા ખેડૂતો માટે કુદરત તરફથી એક મહામૂલી દેન છે. આજે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અળસિયાને ખેડૂતનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને ખેડૂતનો સાચો મિત્ર પણ માને છે. સામાન્ય રીતે અળસિયાના શરીરનો આગળનો છેડો અણીદાર અને પાછળનો છેડો બુઠ્ઠો હોય છે. અળસિયાને હાડકા, પગ, આંખ કે કાન હોતા નથી. અળસિયાના જીવનકૃમમાં ઇંડા, અવસ્થા, બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા હોય છે. તેને ઠંડક વધારે પસંદ હોય છાંયડામાં જયાં ભેજ હોય ત્યાં અળસિયાની હાજરી જોવા મળે છે.
અળસિયાને પોતાનો ખોરાક શોધવાનો હોવાથી તેમજ પ્રજનન માટે જમીનમાં સતત હલનચલન કરતા જ રહે છે. એક અળસિયુ દિવસમાં 8 થી 10 વખત જમીનની ઉપર આવે છે. આમ દિવસમાં 16થી 20 કાણા પડે છે. જેથી જમીનનું ઉપરનું પડ કુદરતી રીતે ખેડાઇને છિદ્રાળુ બને છે. પરિણામે જમીનમાં હવાની અવરજવર વધે છે. જેથી જમીનની ભેજધારણ કરવાની શક્તિ વધે છે. કારણ કે સેન્દ્રિય પ્રદાર્થ બધી માટીમાં સરખા પ્રમાણમાં ભળી જાય છે.