(Source: ECI/ABP News/ABP Majha)
Kakoda Farming : એક જ વાર વાવો આ શાકભાજી અને 10 વર્ષ સુધી કરો લાખો રૂપિયાની કમાણી
કંકોડા દેશમાં જુદા જુદા નામોથી પણ ઓળખાય છે. કાર્કેતકી, કાકોરા, કંટોલા, વાન કારેલા, ખેખસા, ખેસ્કા, અગાકારા, સ્પાઈન ગાર્ડ, મોમોર્ડિકા, ડીઓઈકા વગેરેના નામે કંકોડા ઓળખાય છે.
Kakoda Cultivation: ખેડુતો મહેનતની સાથો સાથ નવી ટેક્નોલોજીની સમજણ અને ખેતીની યોગ્ય રીત અપનાવી ખેતી કરે તો સારો એવો નફો રળી શકે છે. દેશમાં વિવિધ પ્રકારની ખેતીની રીતો છે. આજે આપણે આવી જ ખેતી વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ ખેતી છે શાકભાજી જેનું નામ જરા વિચિત્ર છે પરંતુ નફો ખુબ જ વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખેડૂતો કંકોડા શાકભાજીનું યોગ્ય રીતે ઉત્પાદન કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.
કંકોડા શું છે?
આ શાક એ વેલાની શ્રેણીમાં ગણાય છે. કંકોડા દેશમાં જુદા જુદા નામોથી પણ ઓળખાય છે. કાર્કેતકી, કાકોરા, કંટોલા, વાન કારેલા, ખેખસા, ખેસ્કા, અગાકારા, સ્પાઈન ગાર્ડ, મોમોર્ડિકા, ડીઓઈકા વગેરેના નામે કંકોડા ઓળખાય છે. તેના પર સામાન્ય કાંટાદાર રેસા હોય છે. તે નાના કારેલા જેવું લાગે છે. રાજસ્થાનમાં લોકો તેને કિંકોડાના નામથી ઓળખે છે.
કંકોડા ક્યારે ઉગાડી શકાય ?
કંકોડાની વાવણી કરતી વખતે હવામાનનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ જો તેની ખેતી યોગ્ય રીતે કરવામાં આવે તો તમે વધુ સારો નફો મેળવી શકો છો. ઉનાળો અને ચોમાસું એમ બે વાર કંકોડાની ખેતી કરી શકાય છે. ઉનાળામાં કંકોડાનું સારું ઉત્પાદન થઈ શકે છે. તેની વાવણી માટેનો યોગ્ય સમય જાન્યુઆરીથી ફેબ્રુઆરી છે. ચોમાસામાં તેનું વાવેતર જુલાઈમાં થાય છે.
જાતે જ કરે છે વિકાસ
આ ફળની સારી વાત એ છે કે, એકવાર તેની ખેતી થઈ ગયા બાદ તે ખેતરમાં જાતે જ ઉગવા લાગે છે. તેની વારંવાર વાવવાની જરૂર નથી. કંકોડા વરસાદમાં પોતાની જાતે જ ઉગી નિક્ળે છે.
કાકડીના બીજ જંગલમાં જોવા મળે
કંકોડાના બીજ બજારમાં ઉપલબ્ધ નથી હોત. તેમજ કૃષિ વિભાગ કે સરકાર, વહીવટી કક્ષાએથી જિલ્લાઓમાં બિયારણ મોકલવામાં આવતું નથી. કંકોડાનું ઉત્પાદન જંગલમાં થાય છે. જો કોઈને કંકોડાની ખેતી કરવી હોય તો જંગલમાંથી બીજ લાવવું પડે છે. જ્યારે પાકે ત્યારે કંકોડાના બીજ પોતાની મેળે ખરી પડે છે. કોઈપણ વ્યક્તિ જંગલમાં જઈને કંકોડાના બીજ લાવી શકે છે.
કંકોડાની આ પ્રજાતિ વધુ સારી
કંકોડાની ઘણી પ્રખ્યાત પ્રજાતિઓ છે. જેમાં ઇન્દિરા કંકોડ-1, અંબિકા-12-1, અંબિકા-12-2, અંબિકા-12-3નો સમાવેશ થાય છે. ઈન્દિરા કંકોડ-1 (RMF-37)ને કમાણીની દ્રષ્ટિએ સારી જાતોમાંની એક ગણવામાં આવે છે. આ હાઇબ્રિડ પ્રજાતિની વાવણી ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કરી શકાય છે. આ જાત જંતુઓ અને કિટકોથી પોતાને બચાવવા માટે સક્ષમ છે. જ્યારે બીજને ટ્યુબર્સમાં ઉગાડવામાં આવે તો તે 70 થી 80 દિવસમાં તૈયાર થાય છે. તેની ઉપજ દર વર્ષે વધતી જાય છે. ઉપજ પ્રથમ વર્ષે 4 ક્વિન્ટલ પ્રતિ એકર, બીજા વર્ષે 6 ક્વિન્ટલ પ્રતિ એકર અને ત્રીજા વર્ષે 8 ક્વિન્ટલ પ્રતિ એકર છે.
10 વર્ષ કરી શકાય છે કમાણી
આ શાકભાજીને જંગલી શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. તેની વાવણી કરીને ખેડૂતો મોટી આવક મેળવે છે. બજારમાં તેની કિંમત 90 રૂપિયાથી લઈને 150 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. જ્યારે તેનો ખર્ચ સામ સામાન્ય હોય છે. એકવાર આ પાક વાવ્યા બાદ તે 8 થી 10 વર્ષ સુધી ઉપજ આપી શકે છે.
Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.