Natural Farming: PM મોદીના સૂચન બાદ માત્ર બે મહિનામાં ગુજરાતમાં કેટલા ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી ?
રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. બે મહિના પહેલા વડાપ્રધાને સૂચન કર્યા બાદ ગુજરાતમાં 72 હજારથી વધુ ખેડૂતઓ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
Natural Farming: રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. બે મહિના પહેલા વડાપ્રધાને સૂચન કર્યા બાદ ગુજરાતમાં 72 હજારથી વધુ ખેડૂતઓ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
પીએમ મોદીએ ક્યારે કર્યુ હતું સૂચન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તા. 11 માર્ચ 2022ના ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની અમલવારી કરે તેમ જણાવ્યું હતું. આ સૂચનોના અમલીકરણ માટે ગુજરાત સરકારે એક્શન મોડમાં કાર્ય શરૂ કર્યું અને માત્ર બે મહિનાના ગાળામાં ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી 23,51,615 પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાને સૂચન હતું કે દરેક ગામના સ્થાપના દિવસની ઉજવણી થાય. તે સિવાય આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75 પ્રભાતફેરીનું આયોજન, જળસંચયના કામો, પશુઆઓનું રસીકરણ, શાળા સ્થાપના દિવસની ઉજવણી, સ્વચ્છતા કાર્યક્રમ, ગ્રામજનો દ્વારા 75 વૃક્ષોનું વાવેતર, ખેત તલાવડી નિર્માણ અને ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા સૂચનો કરવામા આવ્યા હતા. આ સૂચન અન્વયે તા. 12/03/2022 થી તા. 10/05/20002 સુધી બે મહિનામાં કુલ 24,68,452 કાર્યો હાથ ધરવામા આવ્યા છે.
પીએમના સૂચન બાદ બે માસમાં થયેલી કામગીરી
- ગામના સ્થાપના દિવસની ઉજવણીની સંખ્યા - 3476
- થયેલ પ્રભાતફેરીની સંખ્યા – 19,460
- વૃક્ષારોપણની સંખ્યા- 1,61,540
- પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોની સંખ્યા- 72,414
- પશુ રસીકરણની સંખ્યા – 19,78,441
- ખેત તલાવડીના બાંધકામની સંખ્યા - 3805
- ચેકડેમ / જળસંચયના અન્ય કામોની સંખ્યા - 4811
- LED લાઇટના કામોની સંખ્યા - 87,103
- શાળાઓના સ્થાપના દિવસની ઉજવણીની સંખ્યા - 2707
- પૂર્વ સરકારી અધિકારીની હાજરીમાં યોજેલ બેઠકોની સંખ્યા - 4966
- ગામના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલ કામગીરીની સંખ્યા - 9292
- કુલ કામગીરીની સંખ્યા - 23,51,615