(Source: ECI/ABP News/ABP Majha)
Meri Policy Mere Hath: મોદી સરકારની આ ખેડૂતલક્ષી યોજનામાં ધરતીપુત્રોને ઘરે બેઠા મળશે ફસલ વીમા યોજનાના દસ્તાવેજ, મળશે અનેક ફાયદા
Meri Policy Mere Hath: મોદી સરકાર ખેડૂતોની મદદ માટે અનેક પ્રકારની યોજના શરૂ કરી છે. તેમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાથી લઈને ફસલ વીમા યોજના સહિતની અનેક યોજનાઓ સામેલ છે.
Agriculture News: મોદી સરકાર ખેડૂતોની મદદ માટે અનેક પ્રકારની યોજના શરૂ કરી છે. તેમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાથી લઈને ફસલ વીમા યોજના સહિતની અનેક યોજનાઓ સામેલ છે. ફસલ વીમા યોજનાની શરૂઆત સરકારે 2016માં કરી હતી. હવે સરકારે આ યોજનાને લઈ મોટો બદલાવ કર્યો છે. પહેલા ખેડૂતોને આ યોજનાની હાર્ડ કોપી નહોતી મળી. આ કારણે કોઈપણ પ્રકારના નુકસાન બાદ પણ ખેડૂતો પાસે દસ્તાવેજ ન હોવાથી વીમાનો દાવો કરી શકતા નહોતા. હવે સરકારે ખેડૂતોની દસ્તાવેજ સંબધી પરેશાની દૂર કરવા પગલું ભર્યું છે.
કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોની મદદ કરવા માટે મેરી પોલિસી મેરા હાથ યોજનાની શરૂઆત કરી છે. આ નવી પોલિસીની મદદથી ખેડૂતોને યોગ્ય સમયે દસ્તાવેજો ન મળવાની સમસ્યા દૂર કરવાની કોશિશ ચે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમેર ખેડૂતોને શક્ય તેટલા વહેલા વીમા ડોક્યુમેંટ અપાવવા માટે આ યોજના શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ નવી યોજનાથી ખેડૂતોને વધારે મદદ મળશે અને દલાલોનો પ્રભાવ ઓછો થશે.
ફસલ વીમા યોજનાનો કેટલા ખેડૂતોએ કેટલો ઉઠાવ્યો લાભ
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર મુજબ દેશમાં અત્યાર સુધી 36 કરોડથી વધારે ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ ઉઠાવ્યો છે. સરકારે આશરે 1 લાખ કરોડ રૂપિયાયનો વીમો ખેડૂતોને વીમા તરીકે આપ્યો છે. વીમા દ્વારા ખેડૂતોને પાક પર કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો આર્થિક મદદ આપવામાં આવે છે. છેલ્લા સમયથી દસ્તાવેજો ન હોવાના કારણે ખેડૂતોને વીમાનું વળતર મળતું નહોતું. આ કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. આ સ્થિતિમાં ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારે મેરી પોલિસી, મેરે હાથની શરૂઆત કરી છે. જેના દ્વારા ખેડૂતોના ઘરે જઈ પોલિસીની દસ્તાવેજ મળી રહશેશે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો આ રીતે ઉઠાવો લાભ
વીમા યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન પર આસાનાથી એપ્લાઈ કરી શકો છો. તે માટે સરકારની સત્તાવાર વેબસાઇટ https://pmfby.govi.in પર ક્લિક કરો. જે બાદ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો.