Pineapple Farming: વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે અનાનસની ખેતી, ખેડૂતોને થશે બંપર નફો, જાણો શું છે આ ખેતીની ખાસિયત
Pineapple Farming: હાલ ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે આધુનિક ખેતી કરતા થયા છે. વિવિધ પ્રકારની ખેતી કરીને ખેડૂતો અઢળક નફો પણ કમાઈ રહ્યા છે.
Pineapple Farming: હાલ ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે આધુનિક ખેતી કરતા થયા છે. વિવિધ પ્રકારની ખેતી કરીને ખેડૂતો અઢળક નફો પણ કમાઈ રહ્યા છે. હાલ દેશમાં ઘણા ખેડૂતો અનાનસની ખેતી પણ કરી રહ્યા છે. તેમાં ખેડૂતો મબલખ નફો કમાઈ શકે છે. અનાનસની ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે વર્ષમાં બારેમાસ કરી શકાય છે.
કેટલા મહિનામાં આવે છે ફળ
ખેડૂતો પાસે અનાનસની ખેતીમાં નફો કમાવવાની તક અન્ય પાકના મુકાબલે વધારે રહે છે. નિષ્ણાતો અનુસાર તેને ગરમ સીઝનનું ફળ માનવામાં આવે છે. જોકે ખેતી ગમે ત્યારે કરવામાં આવે છે. અનાનસની વાવણીથી લઈને ફળ પાકવા સુધીમાં લગભગ 18 થી 20 મહિના લાગે છે. ફળ પાકવા પર તેનો રંગ પીળો થવા લાગે છે. જે બાદ તોડવાની પ્રક્રિયા શરૂ થાય છે.
અનાનસની ખેતીની શું છે ખાસિયત
અનાનસના છોડની સાર સંભાળ રાખવાની પણ સરળ છે. ઉપરાંત હવામાનનું પણ વધારે ધ્યાન રાખવું પડતું નથી. આ ઉપરાંત અન્ય છોડ કે વૃક્ષની તુલનાએ ઓછી સિંચાઈની જરૂર પડે છે. ખેતરમાં પાણી ભરાયેલું ન રહે અને છોડ માટે છાંયડાની વ્યવસ્થા હોય તે જોવું જોઈએ. અનાનસના છોડ પર એક જ વાર ફળ આવે છે. બીજી વાર ફળ લેવા માટે ફરીથી છોડ વાવવા પડે છે. એટલે કે એક છોડમાંથી એક જ વખત ઉપજ લઈ શકાય છે. જે તેની સૌથી મોટી ખાસિયત છે. જ્યારે બીજા છોડ-વૃક્ષમાં અનેક વખત ઉપજ લઈ શકાય છે. અનેક રોગમાં આ ફળ ઉપયોગી છે અને બજારમાં માંગ પણ સારી રહે છે. જો ખેડૂત એક હેક્ટરમાં 30 ટન અનાનસનું ઉત્પાદન કરે તો લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે.
આ પણ વાંચોઃ
Organic Farming: ધો.12 સુધી ભણ્યા બાદ આ યુવકે ખેતી કરવાનો લીધો ફેંસલો, આજે કરે છે લાખોની કમાણી