PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જલદી થશે રીલિઝ, અગાઉ કરી લો આ કામ
PM Kisan Samman Nidhi Yojana:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.
PM Kisan Samman Nidhi Yojana 17th Installment: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની 50 ટકાથી વધુ વસ્તી ખેતી પર જીવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પણ ચલાવે છે. વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂતોને વાર્ષિક ₹6000 ની નાણાકીય સહાય પૂરી પાડે છે.
આ રકમ સરકાર દ્વારા ચાર મહિનાના સમયગાળામાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જાય છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તે પહેલા ખેડૂતોએ આ ત્રણ કામ પૂર્ણ કરવા જોઈએ નહી તો તેમના હપ્તા અટકી શકે છે.
હપ્તો મળે તે અગાઉ આ ત્રણ કામ કરો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. 17મો હપ્તો આ મહિનામાં કોઈપણ દિવસે આવી શકે છે. પરંતુ તે પહેલા ખેડૂતોએ ત્રણ મહત્વના કામ પૂર્ણ કરવાના છે. નહી તો તેમને હપ્તાના રૂપિયા મળશે નહીં. સૌ પ્રથમ ખેડૂતોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. આ માટે ખેડૂતો સીએસી સેન્ટર પર પણ જઈ શકે છે. જો તમે ઇચ્છો તો તમે ઑનલાઇન ખેડૂત પોર્ટલ દ્વારા પણ કરી શકો છો.
તો તેની સાથે ખેડૂતોને જમીનની આકારણની કરવી જરૂરી છે. પરિવારના વડાની પસંદગી જમીન આકારણી મારફતે થાય છે. યોજનાની રકમ તેના ખાતામાં આવે છે. જો આ ન કરવામાં આવે તો તમને કોઈ લાભ નહીં મળે. તેથી તે જ ખેડૂતોએ પણ ખાતરી કરવી પડશે કે તેમના ખાતામાં આધાર કાર્ડ લિંક કરવામાં આવ્યું છે. યોજનાનો આગામી હપ્તો આધાર કાર્ડ સિવાયના ખાતાઓમાં અટવાઈ જશે.
17મો હપ્તો ક્યારે આવી શકે?
દર વર્ષે ચાર મહિનાના અંતરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે. યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 17મો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. જો કે આ માત્ર એક અંદાજ છે હપ્તો મોડા પણ મળી શકે છે અથવા વહેલો આવી શકે છે.