PM Kisan Schemeના 11મા હપ્તાનો લાભ ઉઠાવવા માંગો છો જલદી કરાવો રજીસ્ટ્રેશન, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ મોદી સરકારની સૌથી મોટી કૃષિ સંબંધિત યોજના છે.
આજે પણ દેશમાં એવા કરોડો લોકો છે જેઓ ખેતી પર નિર્ભર છે. ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 17 થી 18 ટકા છે. દેશના ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણી અલગ-અલગ યોજનાઓ ચલાવે છે. જેમાંથી તેમને સબસિડી મળે છે. આ સિવાય સરકાર ખેડૂતોની મદદ માટે પાક વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી ઘણી યોજનાઓ ચલાવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ મોદી સરકારની સૌથી મોટી કૃષિ સંબંધિત યોજના છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે?
આ યોજના હેઠળ સરકાર કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ 6000 રૂપિયા ત્રણ હપ્તામાં એટલે કે 2 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં, આ યોજના હેઠળ, સરકારે ખેડૂતોના ખાતામાં 10 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. એપ્રિલ મહિનામાં સરકાર આ યોજનાનો 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે. જો તમે હજુ સુધી આ યોજના માટે નોંધણી કરાવી નથી, તો બને તેટલી વહેલી તકે નોંધણી કરો. ઉલ્લેખનીય છે કે જો તમે 31 માર્ચ પહેલા રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને 2 હપ્તાના પૈસા મળશે. સરકાર તમને આ વર્ષે બે હપ્તામાં 4000 રૂપિયાની આર્થિક મદદ કરશે.
પીએમ કિસાન યોજનામાં નોંધણી કરવાની પ્રક્રિયા
આ યોજના માટે અરજી કરવા તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
આ પછી હોમ પેજ પર ફાર્મર કોર્નર્સ ખોલો.
આમાં તમને નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ દેખાશે.
અહીં ફોર્મ ભરો. બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
આ પછી તમામ દસ્તાવેજો અપલોડ કરીને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવવા માટે આ દસ્તાવેજની જરૂર પડશે
-આધાર કાર્ડ
-બેંકની વિગત
- ખેડૂત ખાતાની માહિતી
-મોબાઇલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો