PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાના પૈસા નથી આવ્યા? તો અહી કરો ફરિયાદ
PM Kisan Yojana 17th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો.
PM Kisan Yojana 17th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી છે. હજુ સુધી ઘણા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી. જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. અમને જણાવીશું કે તમને યોજનાનો લાભ શા માટે ન મળ્યો અને તેના માટે ક્યાં ફરિયાદ કરવી.
સરકારે નિયમો કડક બનાવ્યા છે
કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે કડક નિયમો બનાવ્યા છે. હવે યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જેઓ પાત્રતા માપદંડ હેઠળ આવે છે. સરકારે પણ નકલી લાભાર્થીઓને યાદીમાંથી કાઢી નાખ્યા છે.
આ કારણોસર હપ્તાની રકમ આવી ન હતી
જે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન કર્યું નથી. તેઓને યોજનાનો લાભ મળ્યો નથી. જો તમે પાત્રતાના માપદંડમાં આવો છો અને ઈ-કેવાયસી કર્યું છે. તો પણ યોજનાનો લાભ મળ્યો નથી. આવી સ્થિતિમાં ફરિયાદ કરતા પહેલા, તમારે લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવું જોઈએ.
લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસો
સ્ટેપ 1- તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
સ્ટેપ 2- ફાર્મર કોર્નર વિકલ્પ પર જાવ અને લાભાર્થીની યાદી પર ક્લિક કરો.
સ્ટેપ 3- હવે રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા અને પંચાયતની માહિતી પસંદ કરો.
સ્ટેપ 4- આ પછી આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર ભરો. પછી Get Data પર ક્લિક કરો.
સ્ટેપ 5- આ પછી તમે લાભાર્થીની યાદીમાં નામ ચકાસી શકો છો.
તો અહી કરો ફરિયાદ
જો તમે પાત્ર છો છતાં તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાના રૂપિયા આવ્યા નથી તો તમે ફરિયાદ કરી શકો છો. પીએમ કિસાન ટીમ સુધી પહોંચવાના અનેક વિકલ્પ છે.
તમારી સ્થિતિની જાણકારી આપતો એક ઇમેઇલ pmkisan-ict@gov.in અથવા pmkisan-funds@gov.in પર મોકલી શકો છો.
જો નામ લાભાર્થીની યાદીમાં હોય. જો તમને હજુ પણ યોજનાનો લાભ ન મળ્યો હોય તો તમે ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે પીએમ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો પડશે. જો તમે ઇચ્છો તો હેલ્પલાઇન નંબર 011-24300606 અને 155261 પર કૉલ કરી શકો છો.