શોધખોળ કરો

PM Kisan Yojana: સરકારની લાલ આંખ, આ લોકોએ પરત કરવા પડશે પીએમ કિસાન યોજનાના પૈસા

Pradhanmantri Kisan Samman Nidhi Yojana: ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં ઈન્કમ ટેક્સ ભરતા 5227 ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવ્યો છે. આ લાભાર્થીના ખાતામાં 4.32 કરોડ જમા થયા છે.

PM Kisan Samman Nidhi Yojana : ખેડૂતોની આવક વધારવા સરકાર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ચલાવે છે. જેમાં ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકાર 11 હપ્તા મોકલી ચુકી છે. જ્યારે હવે 12મો હપ્તાની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન યોજનાનો લાભ લેવા પાત્ર ન હોય તેવા લોકોએ પણ લાભ ઉઠાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેની સામે સરકાર હવે કડક થઈ રહી છે અને નોટિસ મોકલીને પીએમ કિસાન યોજનાની પૈસા રિકવર કરી રહી છે.

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં ઈન્કમ ટેક્સ ભરતા 5227 ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવ્યો છે. આ લાભાર્થીના ખાતામાં 4.32 કરોડ જમા થયા છે. જેમને રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી છે અને જો પરત નહીં કરવામાં આવે તો રેવન્યૂ કર્મચારીઓ દ્વારા વસૂલી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કિસાન સમ્માન નિધિની 33 લાખની રિકવરી કરવામાં આવી છે. જોકે હજુ ઘણા ખેડૂતો રકમ પરત આપવાની ના પાડી રહ્યા છે. આવા ખેડૂતો પાસેથી રિકવરી માટે વિભાગે નોટિસ જાહેર કરી છે અને જો પરત નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરાશે.

કોને મળે છે આ યોજનાનો લાભ

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhanmantri Kisan Samman Nidhi Yojana) ગરીબ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માત્ર સીમાંત અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે છે. જો તમને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે અને કોઈ વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તો તે આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં. આ સાથે એક પરિવારમાં માત્ર એક વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળશે.

આ રીતે ચેક કરો કે પૈસા પાછા આપવા પડશે કે નહીં

જે ખેડૂતોના ખાતામાં યોજનાના 11મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેઓ પીએમ કિસાન પોર્ટલની વેબસાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકે છે કે તેમણે પૈસા પરત કરવા પડશે કે નહીં. આ માટે સૌથી પહેલા તમારા પોર્ટલ પર જાઓ. આ પછી તમે ફાર્મર કોર્નરના વિકલ્પ પર ક્લિક કરો.

અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો અને તમારો આધાર નંબર અને બેંક ખાતાની વિગતો ભરો. તે પછી તમારો મોબાઈલ નંબર નાખો. આ પછી, જો તમને You are not eligible for any refund amount મેસેજ જોવા મળે તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો Refund Amount લખેલો મેસેજ જોવા મળે તો તમે આ સ્કીમનો લાભ લેવા માટે પાત્ર નથી અને તમારે પૈસા પરત કરવાના રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget