PM Kisan Yojana: પીએમ કિસાન યોજના માટે જરૂરી છે આ ત્રણ બાબતો, નહી તો તમારા ખાતામાં નહી આવે રૂપિયા
PM Kisan Yojana: પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનું કામ કરે છે.
![PM Kisan Yojana: પીએમ કિસાન યોજના માટે જરૂરી છે આ ત્રણ બાબતો, નહી તો તમારા ખાતામાં નહી આવે રૂપિયા PM Kisan Yojana: PM Kisan 16th installment date announced PM Kisan Yojana: પીએમ કિસાન યોજના માટે જરૂરી છે આ ત્રણ બાબતો, નહી તો તમારા ખાતામાં નહી આવે રૂપિયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/2d6c62f7614a9e610b01fce9c65566e81708243644407236_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Kisan Yojana Installment: પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનું કામ કરે છે. ખેડૂતો આ યોજનાના આગામી હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જે સમાપ્ત થવા જઈ રહી છે. આગામી 28મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જાહેર કરશે. આ વર્ષનો આ પહેલો અને 16મો હપ્તો હશે. જો કે, આ પૈસા કેટલાક ખેડૂતોના ખાતામાં આવશે નહીં કારણ કે તેઓએ તેમના ખાતામાં જરૂરી અપડેટ કર્યા નથી. આજે અમે તમને તે ત્રણ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેના વિના તમારા ખાતામાં પૈસા નહીં આવે.
- સૌ પ્રથમ તમારે તમારું બેન્ક એકાઉન્ટને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તેને આધાર સાથે લિંક કર્યા વિના તમારા ખાતામાં પૈસા નહીં આવે. આ માટે તમારે તમારી બેન્કની શાખામાં જવું પડશે અને ત્યાં તમારા આધાર કાર્ડની કોપી આપવી પડશે.
- આ સિવાય તમારે બીજું કામ કરવું પડશે કે તમારા જમીનના દસ્તાવેજો તપાસો, એ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય, દસ્તાવેજો સાથે તમારું નામ પણ મેચ કરો.
- છેલ્લું પરંતુ સૌથી મહત્વપૂર્ણ કાર્ય તમારું ઇ-કેવાયસી પૂર્ણ કરવાનું છે. આના વિના કોઈપણ સંજોગોમાં તમારા ખાતામાં પૈસા આવશે નહીં. તમે ફેસ ઓન્થેટિકેશન અથવા નજીકના જનસેવા કેન્દ્રમાં જઇને તમારું KYC કરાવી શકો છો.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં એક વર્ષમાં કુલ 6 હજાર રૂપિયા જમા થાય છે. આ રકમ દર ત્રણ કે ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તામાં આવે છે. આ વખતે પણ PM કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. પીએમ મોદી પોતે આ પૈસા મહારાષ્ટ્રમાંથી ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં મોકલશે. એટલે કે 28મી ફેબ્રુઆરીની સવારે સરકાર દ્વારા જમા કરાયેલા બે હજાર રૂપિયા તમામ ખેડૂતોના ખાતામાં પહોંચી જશે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ ખેડૂત ભાઈઓના ખાતામાં પહોંચશે. જો કે, જે ખેડૂતોએ ઇ-કેવાયસી કર્યું નથી અથવા અરજી ફોર્મ ભરવામાં ભૂલ કરી છે તેમને યોજનાનો લાભ મળશે નહીં. પીએમ કિસાન યોજના દ્વારા દેશભરના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં પૈસા મોકલવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)