Rajkot: રાજકોટમાં ડુંગળીના પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, 166 કિલો ડુંગળીના માત્ર 10 રૂપિયા મળ્યા
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડનું 25 ફેબ્રુઆરીનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે
![Rajkot: રાજકોટમાં ડુંગળીના પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, 166 કિલો ડુંગળીના માત્ર 10 રૂપિયા મળ્યા Rajkot: A farmer in Rajkot got only Rs 10 for 166 kg of onions Rajkot: રાજકોટમાં ડુંગળીના પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, 166 કિલો ડુંગળીના માત્ર 10 રૂપિયા મળ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/664096a4a189533bf68ec2a466e18c94167772423314774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડનું 25 ફેબ્રુઆરીનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. કાલાવડના બજરંગપુર ગામના સવજી મોહન દોમડીયા નામના ખેડૂતે યાર્ડમાં 8 મણ અને 6 કિલો ડુંગળી વેચી તો બિલમાં ખેડૂતના ભાગે માત્ર 10 રૂપિયા મળ્યા હતા. બજરંગપુર ગામથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ 100 કિલોમીટર દૂર આવેલું છે. એટલે કે 100 કિલોમીટર દૂર ડુંગળી વેચવા આવેલા ખેડૂતને માત્ર 10 રૂપિયા મળ્યા હતા. માર્કેટ યાર્ડના વેપારી મુજબ ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી. ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેનો ખર્ચ 247 રૂપિયા થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા. હાલમાં બજારનો ભાવ તળિયે છે જેથી ખેડૂતોને આ ભોગવવું પડી રહ્યું છે.
કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી જેમાં એક મણના તેમને 31 રૂપિયા લેખે ખેડૂતને ભાવ મળ્યો હતો અને ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી પરંતુ ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી લસણ, ડુંગળી, ઘઉં, કપાસ,જીરું, ધાણા જેવી વિવિધ પાકોનો મબલખ ઉત્પાદન થતા યાર્ડમાં ભરાવો જોવા મળે છે જેમાં ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. હાલ તો ખેડૂતોને ડુંગળીના પોષણ ક્ષમ ભાવ મળી રહ્યા નથી અને ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા રોવાનો વારો આવ્યો છે.
બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી ગોંડલની સાવલિયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીને વેચી હતી ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથ માં માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતો આનંદો, ઉનાળુ પાકના વાવેતર માટે મળશે વધારાનું પાણી
Gujarat Agriculture News for Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠક મળી હતી. બેઠક અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે. આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પણ ઉમેર્યું હતું.
મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના લોકોની આરોગ્ય સુખાકારીમાં થશે વધારો, ESCI હોસ્પિટલને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે. આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)