Agriculture News: કૃષિ વિભાગે માવઠાવાળા વિસ્તારોમાંથી મંગાવ્યો રિપોર્ટ, ખેડૂતોને સહાય આપશે સરકાર ?
Gujarat Agriculture: માવઠાથી જીરું, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને લઈ કૃષિ વિભાગે માવઠા વાળા વિસ્તારોમાંથી રિપોર્ટ મંગાવ્યો છે.
Gujarat Agriculture News: હાલ રાજ્યના વાતાવરણમાં ભરશિયાળે પલટો આવ્યો છે. કમોસમી વરસાદથી ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાથી જીરું, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને લઈ કૃષિ વિભાગે માવઠા વાળા વિસ્તારોમાંથી રિપોર્ટ મંગાવ્યો છે. જ્યાં હજુ વાતાવરણ માવઠા વાળુ છે ત્યાં પણ વાતાવરણ યોગ્ય થતા રિપોર્ટ મોકલવાનો રહેશે. જીરું ઉપરાંત અન્ય પાકોમાં નુકસાનીનો રિપોર્ટ પણ આપવો પડશે.
આ વર્ષે ભર શિયાળે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે માવઠાના કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ચિંતા સેવાઈ રહી છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ પણ આ હવામાન ફેરફારને લઈને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણી રહ્યા છે. ઉપરાંત રાસાયણિક ખેતીના વધતા ઉપયોગને લઈને હવામાનમાં બદલાવ આવી રહ્યો છે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ એવું નિષ્ણાતો પણ માની રહ્યા છે.
કેળા રાતા પાણીએ રડાવશે, ભાવ 500 રૂપિયાથી વધીને થઈ જશે આટલા હજાર
હાલમાં દેશમાં ફળોના ભાવ સ્થિર રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં દેશમાં સફરજન સસ્તા ભાવે વેચાઈ રહ્યું છે. પરંતુ આ વખતે કેળાની કિંમત સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડી શકે છે. જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં બજારમાં કેળા પર મોંઘવારીનો માર પડી શકે છે. જો કે કેળાના વેપારીઓને તેનો લાભ મળશે. પરંતુ તેનો સીધો ફટકો સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
સામાન્ય રીતે દેશમાં કેળાના ભાવમાં વધારો ભાગ્યે જ જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે કેળાનો ભાવ 400 થી 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, પરંતુ હવે તેની કિંમત 1500 થી 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે. કેળા બજાર સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં બજારમાં રૂ.4000 પ્રતિ ક્વિન્ટલ સુધીના ભાવે કેળા વેચાઈ શકે છે.
મહારાષ્ટ્રની મંડીઓમાં ભાવમાં વધારો થયો છે
કેમ વધી રહ્યા છે કેળાના ભાવ?
સામાન્ય રીતે ભાવની દૃષ્ટિએ શાંત રહેતું કેળું આ વખતે આટલું મોંઘું કેમ છે? કેળા બજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે મહારાષ્ટ્રમાં કેળાનું ઉત્પાદન ઘટ્યું છે. કમોસમી વરસાદના કારણે કેળાના પાકને ઘણું નુકસાન થયું છે. બીજી તરફ કેળામાં કાકડી મોઝેક વાયરસ અને કરપા રોગના કારણે પણ ઘણું નુકસાન થયું છે. જેના કારણે મંડીઓમાં કેળાની આવક ઝડપથી ઘટી છે. આ જ કારણ છે કે કેળાના ભાવમાં વધારો થયો છે.