શોધખોળ કરો

ડોક્યુમેન્ટ અથવા ફોટોને ઓનલાઇન કન્વર્ટ કરવું પડી શકે છે મોંઘુ, જાણો કોણે જાહેર કરી ચેતવણી?

કોઈ દસ્તાવેજને PDFમાં કન્વર્ટ કરવાનો હોય કે કોઈ ફોટોને JPEG માં લોકો તરત જ કેટલાક કીવર્ડ્સ ટાઇપ કરે છે અને ઓનલાઈન ફાઇલ કન્વર્ટર ખુલી જાય છે

કોઈ દસ્તાવેજને PDFમાં કન્વર્ટ કરવાનો હોય કે કોઈ ફોટોને JPEG માં લોકો તરત જ કેટલાક કીવર્ડ્સ ટાઇપ કરે છે અને ઓનલાઈન ફાઇલ કન્વર્ટર ખુલી જાય છે. વિચાર્યા વિના ફાઇલ અહીં અપલોડ થાય છે અને ક્લિક કરતાની સાથે જ તે ઇચ્છિત ફોર્મેટમાં ડાઉનલોડ થાય છે. તે જોવામાં અને કરવામાં જેટલું સરળ લાગે છે, તેટલું જ ખતરનાક પણ હોઈ શકે છે. અમેરિકન એજન્સી એફબીઆઈએ આ અંગે ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે ઓનલાઈન ફાઇલ કન્વર્ટરમાં કૌભાંડો છૂપાયેલા હોઈ શકે છે.

FBI એ જણાવ્યો ખતરો

એફબીઆઈએ જણાવ્યું હતું કે આ મફત ઓનલાઈન સેવાઓનો ઉપયોગ ફાયદા કરતાં વધુ નુકસાન કરી શકે છે. એજન્સીના આસિસ્ટન્ટ સ્પેશિયલ એજન્ટ માર્વિન માસે જણાવ્યું હતું કે આ કન્વર્ટરમાંથી ફાઇલો ડાઉનલોડ કરવાથી સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ થવાનું જોખમ રહેલું છે. માલવેર એક એવું સોફ્ટવેર છે જે હેકર્સને તમારા નેટવર્ક અથવા સિસ્ટમમાં પ્રવેશ આપી શકે છે, જેની મદદથી તેઓ ડેટા ચોરી અને રેન્સમવેર હુમલાઓ વગેરે કરી શકે છે. આ માલવેર યુઝરના ઈમેલ એડ્રેસ, ક્રેડિટ કાર્ડની માહિતી અને પાસવર્ડ વગેરે ચોરી શકે છે.

આવા કૌભાંડોથી કેવી રીતે બચવું?

આજકાલ સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. સ્કેમર્સ લોકોને અલગ અલગ રીતે છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો તેમના જાળમાં ફસાઈ જાય છે તેમને મોટું નુકસાન સહન કરવું પડે છે. FBI એ આવા કૌભાંડોથી પોતાને બચાવવા માટે કેટલાક રસ્તાઓ સૂચવ્યા છે.

તમારા એન્ટીવાયરસ સોફ્ટવેરને અપડેટ રાખો.

તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ રાખો અને કોઈપણ OS અથવા સુરક્ષા અપડેટ્સને અવગણશો નહીં.

આ ઉપરાંત એજન્સીએ લોકોને આવા કન્વર્ટરમાંથી સાવધાની સાથે ફાઇલો ડાઉનલોડ કરવાની સલાહ આપી છે. ડાઉનલોડ કરેલી ફાઇલ ખોલતા પહેલા તેને એન્ટી-વાયરસથી સ્કેન કરવાનું પણ સૂચન કરવામાં આવે છે.                                                                            

શું ટેલીગ્રામના યુઝર્સ સેફ નથી, સુરક્ષાને લઇને છે ખતરો, કયાં અને કેમ લગાવાયો પ્રતિબંધ, જાણો ડિટેલ

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget