શોધખોળ કરો
અમદાવાદ: રેડ પડી ત્યારે વિસ્મયે બે હાથ જોડીને પોલીસ અધિકારીને કહ્યું, સાહેબ જિંદગીમાં બહુ હેરાન થયો, જવા દો ને.....

1/6

2/6

3/6

અમદાવાદના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સજા પામેલા આરોપી વિસ્મય શાહ સહિતના કુલ છ આરોપીઓને પોલીસે મોડી સાંજે ગાંધીનગરની કોર્ટમાં રજુ કર્યા હતા. તપાસ કરવા માટે પોલીસે બે યુવતી સિવાયના ચાર આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડની માંગ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવીને તમામને જેલમાં મોકલી આપ્યા હતા.
4/6

પોલીસે વિસ્મયની સાથે દારૂની મહેફિલ માણતી તેની પત્ની પૂજા વિસ્મય શાહ, સાળો ચિન્મય પટેલ આ ઉપરાંત હર્ષિત મજમુદાર, મંથન ગણાત્રા અને મિમાંશા બુચ નામની અન્ય એક રશિયન યુવતીની પણ ધરપકડ કરી હતી. પોલીસની રેડ પડતાં જ બંગલા પર રાજકારણીઓ અને તબીબોના ધાડેધાડા વિસ્મયને પોલીસ કેસથી બચાવવા ઉતરી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીઓએ કંટાળીને મોબાઈલ સ્વિચ ઓફ કરી બંગલો અંદરથી બંધ કરી દેવાની ફરજ પડી હતી.
5/6

અડાલજ પોલીસ અને ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે જ્યારે ચાલી રહેલી દારૂની આ પાર્ટી પર રેડ પાડી ત્યારે પકડાયેલા વિસ્મયે બે હાથ જોડીને પોલીસ અધિકારીને આજીજી કરી હતી અને કહ્યું હતું કે, સાહેબ જિંદગીમાં બહુ હેરાન થયો છું, જવા દો ને. જોકે પોલીસ અધિકારીએ તું જ વિસ્મયને? એમ પૂછતાં સહેજ પણ અચકાયા વગર વિસ્મયે હા હું જ વિસ્મય એમ સ્વીકાર્યું હતું.
6/6

અમદાવાદ: ફેબ્રુઆરી 2013માં અમદાવાદના સેટેલાઈટના પ્રેમચંદનગર રોડ પર રાત્રે 110 કિલોમીટરની ઝડપે ચાલતી BMW કારથી બે બાઈક સવારને ઉડાવી મોતને ઘાટ ઉતારનાર વિસ્મય શાહ બુધવારે વહેલી સવારે ત્રણ વાગે અડાલજના બાલાજી કુટિર બંગલામાં પોતાની પત્ની અને સાળા સહિત છ લોકો સાથે દારૂ અને હુક્કાની મહેફિલ માણતાં ઝડપાયો છે.
Published at : 28 Dec 2018 08:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
