Panchmahal Home Collapse : પંચમહાલમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, જુઓ અહેવાલ
Panchmahal Home Collapse : પંચમહાલમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, જુઓ અહેવાલ
પંચમહાલના ખોજલવાસા ગામમાં દુર્ઘટના...મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત....સરપંચ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે...
આ અંગેની વિગતો એવી છે કે, પંચમહાલના કોજલવાસા ગામમાં કાચું મકાન ધરાશાય થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. શહેરા તાલુકાના ખોજલવાસા ગામના બારીયા ફળિયાનો બનાવ છે. રાત્રી દરમિયાન મહિલા મકાનમાં સુઈ રહ્યા હતા તે સમય દરમિયાન ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાય થતાં મહિલાનું કાટમાળ માં દબાઈ જતા મોત થયું .ખોજલવાસા ગામની 42 વર્ષીય કૈલાશબેન મહેશભાઈ બારીયા નામના મહિલાનું મોત . શહેરા મામલતદાર ટીમ સહિત ગામના સરપંચ અને તલાટી ઘટના સ્થળે પહોંચ્યા મહિલાના મોત મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.





















