શોધખોળ કરો
ગુજરાતમાં આવશે વરસાદનો ઘાતક રાઉન્ડઃ 3 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 22 જિલ્લમાં એલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Weather: ખાસ કરીને 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગામી વરસાદી રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
1/6

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ રહી છે. આગામી 3 દિવસ દરમિયાન, એટલે કે 01 થી 03 સપ્ટેમ્બર સુધી, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જોકે, 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ખૂબ વધશે, અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી સિસ્ટમ 06 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે.
2/6

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં જ ભારે વરસાદ જોવા મળશે. 01 સપ્ટેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ. 02 સપ્ટેમ્બર: સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ. 03 સપ્ટેમ્બર: મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વલસાડમાં યલો એલર્ટ, જ્યારે સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.
Published at : 31 Aug 2025 08:49 PM (IST)
આગળ જુઓ




















