શંકરસિંહ વાઘેલાએ પોતે બહુ જલદ રાજીનામું આપશે તેવી જાહેરાત કરી લછે પણ તેમણે ક્યારે રાજીનામું આપશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. શંકરસિંહે પોતે ભાજપમાં જોડાવાના નથી તે પણ સ્પષ્ટતા કરી છે. શંકરસિંહ વાઘેલા સહિતના આ આઠ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતતને મત આપ્યો હતો.
3/7
રાજયસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસે આક્રમક મિજાજનો પરિચય કરાવી બળવાખોર ધારાસભ્યો સામે શિક્ષાત્મક પગલાં લઇ સપાટો બોલાવ્યો છે. કોંગ્રેસ દ્વારા બરતરફ કરાયેલા બળવાખોર ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર આ પૈકી શંકરસિંહ સિવાયના સાત ધારાસભ્યો ભાજપમાં જોડાશે.
4/7
વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે અમારે બેઠક પણ થઈ ગઈ છે ને ટૂંક સમયમાં જ અંતિમ નિર્ણય લેવાશે. તેમણે ઉમેર્યું કે બળવાખોરો ધારાસભ્યોએ પણ અંદરોઅંદર બેઠક કરીને ભાજપમા જોડાવાનો નિર્ણય લીધો છે કેમ કે કોંગ્રેસમાં અમારૂં કોઈ રાજકીય ભવિષ્ય નથી.
5/7
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારા અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર પોતાના આઠ બળવાખોર ધારાસભ્યોને ગુરૂવારે છ વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. બળવાખોર ધારાસભ્યો વતી મહેન્દ્રસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે, શંકરસિંહ વાઘેલા સિવાયના 7 ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.
6/7
અમદાવાદઃ શુક્રવારે કોંગ્રેસના વધુ સાત ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધાં છે. આ સાત ધારાસભ્યોમાં મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ભોળાભાઇ ગોહિલ, સી. કે. રાઉલજી, અમિત ચૌધરી, કરમશી પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
7/7
આ સાત ધારાસભ્યોનાં રાજીનામાં સાથે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા ધારાસભ્યોની સંખ્યા 13 પર પહોંચી છે. કોંગ્રેસમાંથી પહેલાં જ ધારાસભ્યો રાજીનામાં ધરી ચૂક્યા છે. હેવ બીજા સાત ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં છે. કોંગ્રેસના બળવાખોરો પૈકી શંકરસિંહ વાઘેલા સિવાય તમામ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં છે.