શોધખોળ કરો
રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે થશે મતદાન?
1/3

19 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. આજથી જ 75 નગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 75 નગર પાલિકાના 529 વોર્ડ અને 2016 બેઠકો માટે 19 લાખ 76 હજાર મતદારો મતદાન કરશે. 2763 મતદાન મથકો રહેશે, જેમાંથી 530 સંવેદનશીલ અને 95 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. ચૂંટણી માટે 15 હજારથી વધારે પોલિંગ સ્ટાફ રહેશે.
2/3

અમદાવાદઃ આજે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચના મુખ્ય કમિશનર ડો.વરેશ સિંહાએ રાજ્યની 75 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કર્યો હતો. જે પ્રમાણે 29 જાન્યુઆરીથી ઉમેદવારી પત્ર ભરાશે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી રહેશે. જ્યારે 17 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન યોજાશે. સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
Published at : 23 Jan 2018 05:17 PM (IST)
View More






















