આ અંગેની વિગતો એવી છે કે, અમરાઇવાડીમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ મેરેજ બ્યુરોમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવેલું હતું. દરમિયાન એક મહિના પહેલા કૃષ્ણનગરમાં રહેતા અશ્વીન તરફથી લગ્ન માટેનો પ્રસ્તાવ આવ્યો હતો. પ્રિયા અને અશ્વીન મુલાકાત પછી લગ્ન મારે રાજી થઈ ગયા હતા.
2/6
આમ, પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા પ્રિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પ્રિયાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અશ્વીન અને તેના પરિવારના સમભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ, પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3/6
દરમિયાન લગ્નના થોડા સમય પહેલાં અશ્વીને સંપર્ક તોડી નાંખ્યો હતો. પ્રિયાએ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. આથી પ્રિયા તેના પરિવાર સાથે અશ્વીનના ઘરે પહોંચી હતી. જોકે, અશ્વીન તેના ઘરેથી ફરાર થઈ ગયો હતો.
4/6
આ પછી તો આ સીલસીલો બની ગયો હતો અને અશ્વીન તેને કોઈને કોઇ કામના બહાને પોતાના ઘરે બોલાવતો હતો અને અહીં તેની સાથે સંબંધ બાંધતો હતો. પ્રિયા અને અશ્વીન ગત 28મી એપ્રિલે કોર્ટ મેરેજ કરવાના હતા. આ પછી 30 એપ્રિલે તેમમણે સમાજના રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
5/6
યુવક-યુવતી લગ્ન માટે રાજી થઈ જતાં ગત આઠ એપ્રિલે તેમની સગાઈ કરી નાંખવામાં આવી હતી. સગાઇ પછી આ કપલ વારંવાર મળવા લાગ્યું હતું. એટલું જ નહીં, અશ્વીને તેના માતા-પિતા સાથે મુલાકાત માટે પ્રિયાને પોતાના ઘરે બોલાવી હતી. આ પછી અશ્વીને પ્રિયા સાથે છૂટ લેવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન થવાના હોવાથી પ્રિયાએ પણ પોતાનું શરીર અશ્વીનને સોંપી દીધું હતું.
6/6
અમદાવાદઃ અમરાઇવાડીમાં રહેતી યુવતીને લગ્ન પહેલાં ભાવી પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકે સગાઈ પછી પોતાની હવસ સંતોષાઇ જતાં લગ્ન કરવા ઇનકાર કરી દેતાં યુવતીએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બંને મેરેજબ્યુરો મારફત એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પછી સગાઇ કરી લીધી હતી.