તેણે પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તે ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે. અગાઉ તેનાં લગ્ન સામાજિક રીતિરિવાજ પ્રમાણે એક યુવાન સાથે થયાં હતાં, પરંતુ લગ્નજીવનમાં કોઈ મેળ ન પડતાં તેણે છૂટાછેડા લીધાં હતાં. ત્યારબાદ આ મહિલા પેઈંગ ગેસ્ટ તરીકે એકલી રહે છે. મહિલાએ પોલીસને અરજી કરી આ યુવાન સામે પોલીસ ફરિયાદ કરી તેને ન્યાય મળે તેવી માંગણી અરજીમાં કરી છે.
2/6
આ પછી તેઓ અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. દરમિયાન આઠ વર્ષ પછી ફરીથી આ યુવક ફેસબૂક પર મળ્યો હતો. યુવકે તેને પસંદ કરતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં લગ્ન કરવા માગું છું, તેમ કહ્યું હતું. જોકે, યુવતીએ આ માટે ઇનકાર કરી દીધો હતો. યુવતીનો આક્ષેપ છે કે, યુવકે અગાઉ ચાર મેરેજ કર્યા છે. તે એવું કહે છે કે, છોકરીઓ કેરેક્ટરલેસ હતી એટલે છોડી દીધી. જોકે, આ વાત ખોટી છે.
3/6
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને પાડોશી યુવકે ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસે નોંધી છે. યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરતાં ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. યુવકે એક જ દિવસમાં બેથી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ ફરિયાદ કરી છે.
4/6
યુવતીએ દાવો કર્યો હતો કે, આ યુવકે એક યુવતી સાથે ખૂબ ગંદુ કામ કર્યું હતું. આ યુવતીએ રેપની ફરિયાદ કરેલી છે અને જેમાં તેને જેલ પણ થયેલી છે. યુવતીએ જણાવ્યું હતું કે, પોતે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હોવા છતાં તેણે મળવા બોલાવી હતી અને પછી તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
5/6
યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે 16 વર્ષની હતી, ત્યારે પરિવાર સાથે ચાંદખેડામાં રહેતી હતી. ત્યારે તેની આગળની સોસાયટીમાં આ યુવકના પરિચયમાં આવી હતી. યુવક તેની જ્ઞાતિનો જ હોવાના કારણે યુવતીએ પોતાના પરિવારમાં લગ્ન માટે વાત કરી હતી. જોકે, યુવકનું બેકગ્રાઉન્ડ ખરાબ આવતાં તેમણે લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. જેથી યુવતીએ તેનો સંપર્ક તોડી નાંખ્યો હતો.
6/6
પોલીસ કમિશનર એ.કે. સિંઘને અરજી આપ્યા પછી યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે, યુવક રાજકીય વગ ધરાવતો હોવાથી ચાંદખેડા પોલીસ તેની ફરિયાદ લેતી નથી. આ અરજી પછી પોલીસે આરોપી બંકીમ સામે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ મોકલી છે.