શોધખોળ કરો
અમદાવાદઃ પત્નીને અન્ય સાથે સેક્સસંબંધની શંકાથી યુવકે ઘાતકીપણાની હદ વટાવી કરી હત્યા, જાણો
1/5

બાપુનગરમાં નબલખા બંગલા પાછળ આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બીજા માળે નપારામ તેજારામ ભટનાગર પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડે રહેતો હતો. કલરકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા નપારામે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પહેલાં તો હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આમ, પતિ-પત્ની બંનેના મોત થતાં ત્રણ બાળકો પુત્રી શિવાની (ઉ.વ.15) પુત્ર કિશન (ઉ.વ.8) અને પુત્રી ખુશી (ઉ.વ. 6 ) નિરાધાર બની ગયા છે. બાપુનગર પોલીસે મૃતક પતિ-પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી ખૂન અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આગળ વાંચો કેવી રીતે થયા હતા નપારામ અને સોનલના લગ્ન?
2/5

અમદાવાદઃ ત્રણ બાળકોની માતા સાથે પહેલા લિવ-ઇન રિલેશન અને પછી લવ મેરેજ કરનાર યુવકે ખાલી ચાર મહિનાના લગ્નજીવનમાં જ પત્નીની અત્યંત ક્રુરતા પૂર્વક હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં કમકમાટી મચી ગઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા 38 વર્ષિય નપારામે 33 વર્ષીય પત્ની સોનલના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકાને આધારે પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. સોનલના હાથ બાંધી પહેલા માથા પર લોખંડની તવી મારી હતી. આમ છતાં જીવ ન ધરાતાં તેના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા અને પછી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આગળ વાંચો આ પછી શું થયું?
Published at : 22 Aug 2016 11:00 AM (IST)
Tags :
Extra Marital AffairView More





















