બે વાર પાડોશી બળાત્કાર ગુજારાતાં પીડિત મહિલા પડી ભાંગી હતી અને માનસિક રીતે અસ્વસ્થ થઇ ગઇ હતી. આખરે મહિલાએ તેના પતિ અને પરિવારને જણાવ્યું હતું. પરિવારના સભ્યોની સંમતિ લઇને મહિલાએ સોમવારે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી જિતેન શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
2/6
મહિલા ચૂપ રહેતાં બિઝનેસમેનની હિંમત વધી હતી. મહિલાની એકલતાનો લાભ લઈ ફરી તે તેના ઘરમાં ઘુસી ગયો હતો અને બળજબરીપૂર્વક સેક્સ માણીને ફરી વખત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજીવાર બળાત્કાર છતાં પણ મહિલા ચૂપ રહી હતી અને આ અંગે તેના પરિવાર કે પતિને જાણ કરી ન હતી.
3/6
મહિલા પાણી લેવા રસોડામાં જઇ રહી હતી ત્યારે તેણે ફ્લેટનો મુખ્ય દરવાજો બંધ કરીને તેને પાછળથી બાથમાં ભીડી લીધી હતી. મહિલાનું મોઢું દબાવીને તે બેડરૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે પરાણે સેક્સ માણીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ભયભીત બનેલી મહિલાએ બળાત્કારની ઘટના અંગે કોઈ જાણ કરી ન હતી.
4/6
મહિલાએ તેમને જણાવ્યું કે, મારી પડોશમાં રહેતો 45 વર્ષનો જિતેન શેઠ પરિણીત છે અને પત્ની અને બાળક સાથે રહે છે. તે ચાંગોદર અને સુરેન્દ્રનગરમાં ફેક્ટરી ધરાવે છે. લગભગ 2 વર્ષ પહેલા બપોરના સમયે આ મહિલા ઘરમાં એકલી હતી ત્યારે આ ફેક્ટરી માલિક તેના ઘરમાં પાણી લેવાના બહાને આવ્યો હતો.
5/6
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વૈભવી ટાવરમાં પતિ અને બે સંતાનો સાથે રહેતી 45 વર્ષની મહિલાએ સોમવારે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેની પડોશમાં રહેતા વેપારી જિતેન શેઠે તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરી હતી, જેના આધારે વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ. જાડેજા પીડિતાના ઘરે પહોંચ્યા હતા.
6/6
અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વૈભવી ટાવરમાં રહેતા તથા ચાંગોદર અને સુરેન્દ્રનગરમાં ફેક્ટરી ધરાવતા બિઝનેસમેન પડોશમાં રહેતી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાઈ છે. બે વર્ષ પહેલાની આ ઘટનામાં ભોગ બનનારી મહિલાએ લાભ પાંચમના દિવસે બપોરે ફરિયાદ નોંધાવી હતી.