પોલીસે ઝુબેરની ધરપકડ કરી પૂછપરછ કરતાં મોબાઈલમાં JS નામની ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી અલગ અલગ ફેસબુકમાંથી યુવતીઓના ફોટો મેળવી પોતાના આઈડી પર મુકતો હતો. તે કેમ આવું કરતો હતો તે હજુ જાણવા મળ્યું નથી. સાયબર ક્રાઈમ આ અંગે તેની પૂછપરછ કરી રહી છે.
2/3
ત્યાર બાદ સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતાં અમદાવાદના જુહાપુરામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં ઝુબેર અંસારીએ અપલોડ કર્યાં હોવાનું બહાર આવ્યું હતું.
3/3
અમદાવાદ: શહેરના જુહાપુરાના એક યુવકે ફેશન ડિઝાઈનર યુવતીના ફોટોનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા હતાં. ફોટો ઈન્સ્ટાગ્રામમાં મૂકતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને અમદાવાદમાં રહેતી અને ફેશન ડિઝાઈનર યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી અને કહ્યું હતું કે, તેના ફોટોનો કોઈ વ્યક્તિએ ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામમાં મૂક્યા છે.