શોધખોળ કરો
કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત, જાણો વિગત
1/3

આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આશાબેન પટેલ હવે ભાજપના સદસ્ય છે. જેના પગલે આશા પટેલે અમિત શાહના આશીર્વાદ લીધાં હતાં. આ ઉપરાંત અમિત શાહે પ્રદેશ પ્રમુખ સાથે પણ ચર્ચા કરી હતી. તેમજ સંગઠનના હોદ્દેદારો તથા લોકસભા ચૂંટણી સમિતિ તેમજ ચૂંટણી પ્રભારીઓ સાથે બેઠક યોજાઇ રહી છે.
2/3

અમદાવાદ એનેક્સી ખાતે અમિત શાહ સાથે આશા પટેલે મુલાકાત કરી હતી. આ સમયે આશા પટેલ અને દિનેશ પટેલ હાજર રહ્યાં હતા. આશા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા.
Published at : 13 Feb 2019 11:38 AM (IST)
View More





















