શોધખોળ કરો
બિટકોઇન કેસઃ 12 કરોડ રૂપિયાના પડવાના હતા ત્રણ ભાગ, નલિન કોટડિયાની ધરપકડના ભણકારા
1/3

ફરિયાદ શૈલેષ ભટ્ટે અપહરણથી છૂટકારો મેળવવા માટે 78.50 લાખ રૂપિયા વહીવટદારને આપ્યા હતા. આ રૂપિયા SP જગદીશ પટેલના વહીવટદારને આપ્યાં હોવાનો પણ આરોપ છે. CID ક્રાઈમે 40 લાખ બાદ 78 લાખની રોકડની પણ તપાસ શરૂ કરી છે. પૈસાનો વહીવટ રાજુ દેસાઈ અને દિલીપ કાનાણીએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. CIDની ટીમે બંન્નેની પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
2/3

પોલીસમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, બિટકોઇનના 12 કરોડ રૂપિયાના ત્રણ ભાગ પડવાના હતા. જેમાં એક ભાગ અમરેલીના SP જગદીશ પટેલ, બીજો ભાગ કિરીટ પાલડિયા અને ત્રીજા ભાગમાં નલિન કોટડિયા અને વકીલ કેતન પટેલનો સમાવેશ થાય છે. એવામાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.
Published at : 26 Apr 2018 06:08 PM (IST)
Tags :
Bitcoin Extortion CaseView More




















