ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઈ છે. ડિસેમ્બરમાં અનુભવાય તેવી ગાત્રો થિજાવતી ઠંડી ફેબ્રુઆરીમાં પડી રહી છે. અમદાવાદ 8.1 ડિગ્રી સાથે ઠંડ રહી હતી જ્યારે નલિયા 5.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
2/5
અમદાવાદ: ગુજરાતમં છેલ્લા ત્રણ મહિનાથી ઠંડી પડી રહી છે. એવામાં ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે તેમ છતાં ઠંડીનું જોર ઘટવાનું નામ લેતી નથી. છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે અને સુસવાટા ભર્યો પવન પણ ચાલુ થઈ ગયો છે. જેના કારણે ઠંડીના પારામાં ઘટાડો થયો છે. નલિયામાં 5.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે.
3/5
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે તેમજ ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશામાં પવન ફૂંકાવાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. આગામી તા. 13થી 15 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવતાં સપ્તાહે ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.
4/5
અમદાવાદમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન ફેબ્રુઆરી માસમાં ત્રીજા ક્રમનું સૌથી ઓછું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે હજુ બે દિવસ અને ત્યારબાદ આગામી સપ્તાહના અંતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે.
5/5
ગાંધીનગરમાં 6.4 ડિગ્રી, ડીસામાં 6.6 ડિગ્રી, અમદાવાદમાં 8.1, સુરેન્દ્રનગરમાં 8.5, વલસાડમાં 9.1 ડિગ્રી, વડોદરામાં 9.4 ડિગ્રી અને આણંદમાં 10 ડિગ્રી ઠંડી રહી હતી. ઠંડીને કારણે ગુજરાતના અનેક સ્થળો પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.