આ સાથે જ લોકસભાની ચૂંટણી લડવા પર આશાબેન પટેલે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાંથી તેમને લોકસભાની ટીકિટ આપવાની વાત કરી હતી. પરંતુ હવે જે પાર્ટી કહેશે તે કરવા માટે તૈયાર છે.
2/4
આશાબેન પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, કાર્યકર્તાઓના નિર્ણયને શિરોમાન્ય રાખીને તેમણે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. આજે ભાજપના કલસ્ટર સંમેલનમાં તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા.
3/4
ગાંધીનગર: કોંગ્રેસના ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે અંતે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આશાબેનને કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ગુરુવારે આશાબેન પટેલ ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતાં.
4/4
ઊંઝામાં સંબોધન દરમિયાન આશા પટેલે કહ્યું હતું કે, હું સ્વમાનની ભૂખી વ્યક્તિ છું, મેં સ્વમાનની ખાતર બલીદાન આપ્યું છે. મારી અનેક રજૂઆતો બાદ પણ કોંગ્રેસે કોઇ પગલા લીધા ન હતા, કોંગ્રેસમાં મારું અપમાન થયું છે. આથી કાર્યકરોએ કહેવાથી મેં રાજીનામું આપ્યું છે.