આ સાથે જ રામમંદિર મુદ્દે ઉલ્લેખ કરતાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે, રામ મંદિર મુદ્દે અમારું સ્ટેન્ડ ક્લીયર છે. રામમંદિર મામલે કોર્ટનો ફેંસલો કોંગ્રેસને માન્ય રહેશે. લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવાનો પ્રયાસ કરીશું તેવું પણ અહેમદ પટેલે જણાવ્યું હતું.
2/4
અહેમદ પટેલે ભાજપ પર આકરાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાતને શું ફાયદો થયો તે ગુજરાતની સરકારે કહેવું જોઈએ. વાઈબ્રન્ટ ગુજરાતમાં કેટલું રોકાણ થયું તેના પર ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.
3/4
આ ઉપરાંત ગુજરાત અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, ભાજપના લોકો કહે છે આ વખતે હારીશું તો 200 વર્ષ સુધી સત્તામાં નહીં આવીએ. રાજ્ય અને દેશ બરબાદ થઈ રહ્યા છે. સરકારે દેશને 25 વર્ષ પાછળ ધકેલી દીધો છે. આ કારોબારીમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
4/4
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓને લઈ સોમવારે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી હતી. આ કારોબારીમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.