નોંધનીય છે કે, અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં જાણીતા બિલ્ડર રૂપેશ બ્રહ્મભટ્ટે થોડા મહિના અગાઉ જનકસિંહ પરમાર વિરુદ્ધમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગત અનુસાર વટવાના બીબી તળાવ પાસે ચાલતી મુખ્યમંત્રી આવાસ યોજનાની બિલ્ડિંગની સાઈટના અનુસંધાને જનકસિંહ પરમારે RTI કરી બિલ્ડર રૂપેશ બ્રહ્મભટ્ટ પાસે લાખો રૂપિયાની ખંડણીની માંગ કરી હતી.
5/8
આરોપી સાગરીતો સાથે મળીને બિલ્ડરો પાસેથી રૂપિયા પડાવવા સુઆયોજિત કાવતરું ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે પોલીસ પૂછપરછમાં અન્ય ક્યાં નવા ચહેરા અને હકીકત સામે આવશે તે ક્રાઇમબ્રાન્ચની તપાસમાં બહાર આવશે.
6/8
બંને વચ્ચે એક લાખની રકમ નક્કી થઈ હતી અને ચૂકવી પણ હતી. બાદમાં લાલચ વધતાં 25 લાખ આપવાની માંગ કરી હતી, જેમાં બાદમાં આરોપી જનકસિંહ પરમાર તરફથી રૂપિયાની માંગણીનું દબાણ વધી જતા બિલ્ડરે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો.
7/8
પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવાના આવી હતી. તપાસમાં સાંયોગિક પુરાવા એકત્રિત કરીને જનકસિંહ પરમારની ધરપકડ કરી હતી અને હકીકત સુધી પહોંચવા પૂછપરછ હાથ ધરી છે. જેમાં અગાઉ પણ આરોપી જનકસિંહે અન્ય એક સાઈટ પર 8 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી.
8/8
અમદાવાદઃ શહેરના જાણીતા બિલ્ડરને ધમકી આપી ખંડણી માગનાર કોંગ્રેસના નેતાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખંડણીના ગુનામાં ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કોંગી નેતા જનકસિંહ સાગરીતો સાથે મળીને બિલ્ડરો પાસેથી રૂપિયા પડાવવા ગેંગ ચલાવતો હતો. જનકસિંહ અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી છે.