શોધખોળ કરો
હાર્દિક પટેલના સમર્થન માટે જઈ રહેલા દિનેશ બાંભણીયાની પોલીસે કરી અટકાયત
1/3

આ અંગેની વિગતો એવી છે કે, હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં દિનેશ બાંભણીયા જઈ રહ્યા હતા, ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ગુજરાત પોલીસે તેની અટકાયત કરી હતી. આજે ગુજરાતમાં કેટલીય જગ્યાએ પાસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
2/3

હાલ, હાર્દિક પટેલે 100 જેટલા સમર્થકો સાથે વૈષ્ણોદેવી પાસે આવેલા ગ્રીનવૂડમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આંદોલન શરૂ કરતાં પહેલા હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને 16 હજાર પાસના કાર્યકરોની અટકાયત કરી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ પોલીસે 158 લોકોની અટકાયત કર્યાનું જણાવ્યું હતું.
Published at : 25 Aug 2018 03:51 PM (IST)
View More




















