સમર્થકો મોટી સંખ્યામાં હાર્દિકની ઉપવાસી છાવણી જઈ રહ્યા હતા. લોકોને અંદર જવા દેતાં સરકારનું વલણ નરમ પડ્યું છે કે કેમ તે લોકોમાં ચર્ચા થઈ રહી છે.
2/4
હાર્દિકે જાહેર કરેલી તેની વસિયતને મીડિયા સામે લાવ્યાના ગણતરીના કલાકોમાં જ સરકાર નરમ વલણ અપનાવ્યું હોય તેમ હાર્દિકને મળવા આવતા પાટીદારો અને સમર્થકોને નોંધણી કરાવ્યા બાદ ગ્રીનવુડ રિસોર્ટમાં પ્રવેશ કરવા દીધો હતો.
3/4
અમદાવાદા રિંગ રોડ પરના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા નિવાસ સ્થાન છત્રપતિ નિવાસે મળવા આવતા લોકોની બે કિલોમીટર સુધી લાઈનો લાગી છે. હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી છે અને આવનારના નામોની રજિસ્ટ્રરમાં એન્ટ્રી કરીને રિસોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે.
4/4
અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને નવ દિવસથી આમરણાંત ઉપર છે. જ્યારે ઉપવાસનો આજે 10મો દિવસ છે. હાર્દિકે પટેલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા તેણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોલીસ દ્વારા ગ્રીનવુડ રિસોર્ટના ગેટની બહાર લાઠીચાર્જ અને ગાડી ડિટેન કરવાનું બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી મેડિકલ ટેસ્ટ નહીં કરાવે.