શોધખોળ કરો
વહેલી સવારે અમદાવાદમાં વરસાદનું આગમન, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
1/4

રાજ્યભરમાં આગામી બે દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ દક્ષિણ ગુજરાત સિવાય મોટભાગના વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાયો છે. પરંતુ મધ્ય લેવલે રચાયેલા સેરઝોનથી 12 જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. 13 જુલાઇથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારાણે 14થી 20 જુલાઇ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
2/4

અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે, ઘાટલોડિયા, બોપલ, ઘુમા, આંબાવાડી, નારાણપુરમાં વરસાદ પડી રહ્યો છે તો શહેરના પૂર્વમાં નરોડા, ઠક્કરબાપા નગર, સારંગપુર, ઓઢવ, મણિનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Published at : 10 Jul 2018 10:34 AM (IST)
View More





















