અમદાવાદ: રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલનો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારીની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોક આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી જ્યારે કર્ણાવતી ક્લબ દ્વારા આ અંગે કંઈ થયું નથી તેવું કહેવામાં આવી રહ્યું છે.
2/5
આ ઉપરાંત ક્લબના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે ક્લબના 282 સીટીટીવી કેમેરાની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ મહિલા વિંગ અને વુમન્સ રિડ્રેસલ સેલ તરફથી સિલ્વા પટેલ સફાઈ કામ કરી રહેલી મહિલાઓની પૂછપરછ કરશે.
3/5
આ અંગે કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીએ કોઈ ફરિયાદ કરી નથી. તેમ છતાં અમે ક્લબના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસ કરીશું કે આવી કોઈ ઘટના બની છે કે નહીં. ક્લબમાં સવારની મિટિંગ મળે તેમાં ઘણી ફરિયાદોને નિકાલ કરવામાં આવી રહ્યો છે પણ આવી વાત ક્લબને મળી નથી. સફાઈ કર્મચારીઓની અંદર અંદર લડાઈ હોય તેવું પણ બની શકે છે. જો આવી કોઈ ઘટના બની હશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે.
4/5
એસજી હાઈવે પર આવેલી કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારી અંદર સફાઈ કામ કરી રહી હતી તે દરમિયાન તે મહિલાનો હાથ પકડીને તેની છડતી કરવામાં આવી તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. છેડતી મામલે કોઈ બોલવા માટે પણ તૈયાર નથી. જોકે કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ આવી કોઈ ઘટના સામે આવી નથી.
5/5
કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારીની છેડતીનો બનાવ પણ બહાર નહીં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ક્લબની અંદર આવી શરમજનક ઘટના બની હોવા છતાં હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. ક્લબના કેટલાંક ડિરેક્ટરો છેડતી અંગે જાણતાં હોવા છતાં ચૂપ બેસી રહ્યા છે તેવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે.