શોધખોળ કરો
આજથી હિંમતનગરના ગઢોડાથી અમદાવાદ સુધી પાટીદારો કેમ કાઢશે પદયાત્રા, જાણો વિગત
1/5

આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભુમિકા ભજવનાર હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના પાટીદારોએ હાર્દિકના સર્મથનમાં ગઢોડાથી અમદાવાદ સુધીની પદયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં અન્ય ગામોના પાટીદારોને જોડાવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં કિસાનોના દેવા માફી અંગે અન્ય પ્રજામાં જાગૃતી આવે તે આશયથી પદયાત્રાના રૂટ દરમિયાન પદયાત્રીઓ સુત્રોચ્ચાર પણ કરશે.
2/5

ગઢોડાથી નિકળનારી આ પદયાત્રામાં જોડાનાર લોકો માથે ટોપી પણ પહેરશે તથા આ પદયાત્રામાંમાં ઉમા તથા ખોડલનો રથ પણ સાથે રાખવામા આવશે. જોકે આ અંગે પદયાત્રાના આયોજકોએ પદયાત્રા કાઢવા માટે વહીવટી તંત્ર પાસે મંજુરી લીધી નથી તેથી પોલીસ અને વહીવટી તંત્ર આ બાબતે કેવી રૂખ અપનાવે છે તે જોવાનુ રહ્યું.
Published at : 02 Sep 2018 09:51 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















