બીજા સાગરીતોને લઈને આવીએ છીએ તેવી ધમકી આપી ગુંડાઓ ત્યાંથી જતા રહ્યા હતા. યુવકે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઈક નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
2/6
જેથી ઉશ્કેરાયેલા બંને શખ્સે અપશબ્દો બોલી યુવકને જાહેરમાં માર્યો હતો. યુવકને છોડાવવા વચ્ચે પડેલી પત્ની પર પણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પત્ની અને પતિને ગુંડા તત્વોના મારમાંથી છોડાવ્યા હતા.
3/6
પતિએ ફોન ચાલુ રાખીને પત્નીને હોસ્પિટલ પહોંચી જવાની સલાહ આપી હતી. પત્ની હોસ્પિટલ પાસે પહોંચી ત્યારે તેનો પીછો કરી રહેલા ગુંડાઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને પત્નીને ઈશારા કરતા હતા. આથી, પતિએ તેઓને રોકીને વિનંતી કરી હતી કે, આ મારી પત્ની છે. શું કામ તેનો પીછો કરી હેરાન કરો છો?
4/6
ત્યારે થલતેજ એલ.એન સ્કૂલ પાસેથી બાઈક પર સવાર બે ગુંડાઓએ યુવતીનો પીછો કર્યો હતો. ગુંડાઓએ ચલ બાઈક પાછળ બેસી જા, અમારો મોબાઈલ નંબર લઈ લે. તેમ કહી યુવતીનો પીછો કર્યો હતો. યુવતીએ આ અંગે પતિને ફોન કરીને જાણ કરી હતી.
5/6
અમદાવાદના થલતેજ વિસ્તારમાં રોટલા કેન્દ્ર પાસેની અંબિકાનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે રહેતો યુવક સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગત બુધવારે સવારે યુવક હોસ્પિટલ ખાતે ગયો હતો. યુવકની પત્ની સવારે 11 વાગ્યે ટીફિન લઈને પતિને આપવા માટે જતી હતી.
6/6
અમદાવાદ: વસ્ત્રાપુરના થલતેજ વિસ્તારમાં બેખોફ ફરતાં રોમિયોની ગુંડાગીરીથી સ્થાનિક લોકો છેલ્લા ઘણાં સમયથી પરેશાન થઈ ગયા હતાં. બુધવારે બપોરે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતાં પતિને ટીફિન આપવા માટે થલતેજથી પગપાળા જતી મહિલાનો બાઈક પર સવાર બે ગુંડાઓએ પીછો કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી બાઈક નંબર પરથી ગુંડાઓની તપાસ શરૂ કરી હતી.