તેમણે કહ્યું કે અનામતની માગણી અંગે જે રજૂઆતો કરાઈ તેના આધારે અન્ય રાજ્યમાં કેવી રીતે અનામત અપાઈ છે તે મુદ્દાને આવરી લઈને સરકાર સામે રજૂઆત કરાશે. તેના આધારે સરકાર સોમવાર સુધીમાં જવાબ આપશે અને પછી આગળની ચર્ચાની બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે.
2/6
તેમણે ખાતરી આપી હતી કે પાટીદારો દ્વારા વિધીસર રીતે OBC કમિશનમાં રજૂઆત કરાશે તો સરકાર તમામ સહયોગ આપશે. પાસના કન્વિનરોએ OBC કમિશનમાં રજૂઆત કરાય ત્યારે સરકાર તરફથી યોગ્ય સહયોગ મળે તેવી રજૂઆત કરાઈ હતી. તેના સંદર્ભમાં તેમણે ખાતરી આપી હતી કે સરકારનું વલણ હકારાત્મક રહેશે.
3/6
પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવાના મામલે તેમણ કહ્યું કે બંધારણીય જોગવાઈ અનુસાર પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવા માટે OBC કમિશન સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે. OBC કમિશનને યોગ્ય લાગે તો જ પાટીદારોને OBC સ્ટેટસના આધારે અનામત મળે.
4/6
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) દ્વારા જે ચાર માગણી રજૂ કરાઈ તેમાં પાટીદારોને અનામત આપવી, પોલીસ દમનમાં મરાયેલા પાટીદારોના પરિવારોને યોગ્ય વળતર અન જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં, પાટીદાર આયોગની રચના કરવી તથા પાટીદારો સામેના તમામ કેસો પાછે ખેંચવા તેનો સમાવેશ થાય છે.
5/6
ગાંધીનગરઃ ભાજપે પાટીદારોને ફરી પોતાની તરફ વાળવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે અનામત મુદ્દે ચર્ચા શરૂ કરી છે. આ ચર્ચા દરમિયાન સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોને અન્ય પછાત વર્ગ(OBC)માં સમાવી અનામત આપવાના પ્રયત્નોમાં તમામ સહકારની ખાતરી આપી છે.
6/6
ગુરૂવારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના 11 કન્વિનરો સાથે મેરેથોન ચર્ચા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના પ્રતિનિધીઓએ અમારી સમક્ષ ચાર માગણીઓ મૂકી છે અને તે અંગે બંને પક્ષ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક વિચારવિમર્શ કરાયો હતો.