વિજયભાઇની અંતિમ યાત્રામાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
2/4
ડો.ઉપેન્દ્રભાઇ દવેના પુત્ર વિજયભાઇ દવે છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતા. ત્યાં ગુરુવાર સાંજના સમયે તેઓનું નિધન થયું હતુ. તેઓના પુત્ર ઝાબાલભાઇ અને સમગ્ર દવે પરિવાર તેમજ તેમના સગા સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
3/4
વિજયભાઇ દવેની અંતિમ યાત્રા આજે 14 સપ્ટેમ્બરને શુક્રવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને સિંધુનગર સ્મશાને જશે.
4/4
અમદાવાદ: ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેના પતિ વિજયભાઇ દવેનું નિધન થતાં બ્રહ્મ સમાજ અને સમગ્ર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ છેલ્લા કેટલાક કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતાં.