અમદાવાદઃ અનામતની માંગને લઈને છેલ્લા એક સપ્તાહથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છાવણી જઈ મુલાકાત કરી હતી. ત્યારે આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા યુએનના માનવ અધિકારમાં રજૂઆત કરવામાં આવી છે. કરિટ પટેલે ચાર પાનાનો ઈમેલ કરી જણાવ્યું છે કે માનવ અધિકારનું ઉલ્લંધન થઈ રહ્યું છે.
2/3
શનિવારે બપોર બાદ એસપીજીના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે, પાટીદારને અવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. આ પહેલા પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. ત્યારે અનામત અને ખેડૂતોના મુદ્દે હાર્દિકના ઉપવાસ મુદ્દે વાટાઘાટો કરવા સળવળાટ શરૂ થયો છે. ઊંઝા, સિદસર ઉમિયાધામ અને ખોડલધામ ટ્રસ્ટે સરકાર સાથે વાટાઘાટ કરવા તૈયારી દર્શાવી છે.
3/3
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાર્દિકને મળવા આવતા લોકો ને થતી હેરાનગતિ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પણ રોકવામાં આવે છે.