શોધખોળ કરો
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, ક્યાં પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
1/8

સુરત જિલ્લામાં આજે છૂટાછવાયો વરસાદ નોંધાયો હતો. ઓલપાડ તાલુકામાં સવા ઈંચ તેમજ માંગરોળમાં 10 મિ.મી., કામરેજમાં પાંચ અને સુરત શહેરમાં બે મિ.મી. વરસાદ નોંધાયો હતો. ઓલપાડ પંથકમાં ડાંગરના ધરુવાડિયા તૈયાર હોય વાવણીલાયક વરસાદ પડ્યો હતો.
2/8

આદિવાસી ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ સવાર સુધી ચાલુ રહેતાં ગઈકાલે ચાર ઈંચ અને આજે દિવસ દરમિયાન વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે સુબીર અને કાલીબેલ વિસ્તારમાં પણ વરસાદ બપોર સુધી યથાવત્ રહ્યો હતો.
Published at : 24 Jun 2018 01:12 PM (IST)
Tags :
Heavy RainfallView More





















