આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતની સાથે કેંદ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.
2/7
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
3/7
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો તેમજ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે. કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.
4/7
ગુજરાતમાં અને તેની આસપાસ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરલ સુધી અપતટીય સિસ્ટમ સક્રિય થઈ છે આવું હવામાન વિભાગના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
5/7
આ સિસ્ટમને કારણે મુંબઈમાં ભારે અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આગામી તા. 2થી 5 દરમિયાન સતત સારો વરસાદ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
6/7
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા હળવાથી મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં દક્ષિણ ગુજરાત તટથી કેરળ સુધી એક ટ્રફ રેખા અંકાયેલી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં બબ્બે અપર એર સાઈકલોનિક સરક્યુલેશન છવાયેલા છે.
7/7
અમદાવાદ: ગુજરાતમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત સહિત ગુજરાતમાં હળવા ઝાપટાં નોંધાયા હતાં. ગઇકાલે દિવસભર સૂર્યની આકાશમાં વાદળ સાથે સંતાકુકડી ચાલી રહી હતી. જ્યારે ઉત્તર ગુજરતામાં ગઈ કાલે સાંજે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. ભિલોડામાં ભારે વરસાદને કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી.