પોલીસ કમિશનરે કહ્યું, એક સરવે મુજબ અમદાવાદમાં માત્ર 36 ટકા લોકો હેલમેટ પહેરે છે. જ્યારે દિલ્હીમાં આ રેશિયો 96 ટકા છે. મારું લક્ષ્ય 96 ટકા અમદાવાદીને હેલમેટ પહેરતાં કરવાનું હોવાથી ટ્રાફિક ડ્રાઈવ ચાલું રહેશે.
2/5
આ દરમિયાન પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું હતું કે, અમે અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોને પત્ર લખ્યો છે. અમે તેમની સાથે મળી એક કેમ્પેઈન પણ ચાલુ કરીશું. જેથી બીજા લોકો અકસ્માતમાં સ્વજન ગુમાવે નહીં.
3/5
ટ્રાફિકના એડિશનલ સીપી જે.આર. મોથલિયા, ડીસીપી તેજસ પટેલ, એસીપી દીપક વ્યાસ સહિતના અધિકારીઓ તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાજર રહ્યા હતા. મૃતકોના પરિવારજનોએ સ્વજન ગુમાવવાની પીડાને વાચા આપી વાહન કાળજીથી હંકારવા અપીલ કરી હતી.
4/5
ટ્રાફિક પોલીસે સ્મૃતિ દિવસે યોજેલી રેલી અમદાવાદના સ્ટેડિયમથી શરૂ થઈ પરિમલ ગાર્ડન સમાપ્ત કરવામાં આવી હતી. અહીં વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
5/5
અમદાવાદ: અકસ્માત મૃતક વિશ્વ સ્મૃતિ દિને ટ્રાફિક પોલીસે યોજેલી રેલીના સમાપન બાદ અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘે મૃતકોના પરિવારોને સંબોધતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં માત્ર 36 ટકા લોકો જ હેલમેટ પહેરે છે. જ્યાં સુધી 96 ટકા લોકો હેલમેટ પહેરતાં ન થાય ત્યાં સુધી ટ્રાફિક પોલીસ ડ્રાઈવ ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, લોકો પાસેથી દંડ વસૂલવાનો હેતુ નથી પરંતુ અકસ્માતો ઘટે તે માટે હેલમેટ જરૂરી છે. કમનસીબે લોકો દંડની ભાષા જ સમજે છે.