જોકે, આ પ્રવાસીઓ પાસે ક્રેડિટ કાર્ડ્સ હશે તો તેમના માટે રાહત રહેશે. તેઓ પોતાના ક્રેડિસ કાર્ડ્સનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા ફરી શકશે. વિદેશી પ્રવાસીઓને પણ આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
2/4
કેરળ, કાશ્મીર, મનાલી કે ગોવા સહિતના ભારતના અન્ય શહેરોમાં ફરવા ગયેલા ગુજરાતીઓની હાલત ના સહેવાય કે ના કહેવાય એવી થઇ છે. તેમની પાસે રહેલા હજારો રૂપિયા હાલમાં કાગળ સાબિત થઇ રહ્યા છે. તેઓ ત્યાં કોઇ સગાસંબંધીની મદદ પણ લઇ શકે તેવી સ્થિતિમાં નથી.
3/4
સૌથી મુશ્કેલી એ છે કે સરકારના રાતોરાતના નિર્ણયના બાદ વધારામાં પુરુ આજે બેન્કો પણ બંધ હોવાના કારણે પ્રવાસીઓ પોતાની પાસે રહેલી 500 કે 100ની નોટો બદલાવી હોય તો કેવી રીતે બદલાવે. એટલું જ નહીં પ્રવાસીઓ પાસે એટીએમ તો છે પણ આગામી બે દિવસ એટીએમ બંધ રહેવાના હોવાથી તેઓ પૈસા ક્યાંથી લેશે તે એક સવાલ રહ્યો છે.
4/4
અમદાવાદઃ મોદી સરકાર દ્ધારા મંગળવારની રાતથી 500 અને 1000ની નોટ્સ પર પ્રતિબંધ મુકી દેતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલી પ્રવાસ જનારા લોકોને પડી રહી છે. કારણ કે તેઓ પાસે રહેલી 500 કે 1000 નોટો કોઇ પણ હાથમાં પકડવા માંગતા નથી.