આજે પત્રકારો સાથે વાત કરતાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલા હાર્દિકનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે માતાજીને પ્રાર્થના કરું છું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર સાથે મંત્રણા કરતાં પહેલા તેઓ હાર્દિક સાથે વાત કરશે.
2/4
ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આજે હાર્દિક અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત પછી તેની માંગણીઓ મુદ્દે એકમત થાય છે કે નહીં. જો એકમત થાય તો નરેશ પટેલ સરકાર સાથે પાસની માંગણીને લઈને ચર્ચા કરશે. નરેશ પટેલ આ સમયે ખેડૂતોનો મુદ્દો યોગ્ય હોવાનું પણ જણાવ્યું હતું.
3/4
અમદાવાદઃ આજે હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે, ત્યારે તેની તબિયત ધીરે ધીરે લથડી રહી છે. બીજી તરફ ગઈ કાલ સાંજથી તેને પાણીનો પણ ત્યાગ કરતાં પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. ત્યારે હવે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી માટે નરેશ પટેલે તૈયારી બતાવી છે.
4/4
તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તેઓ હાર્દિકની માંગણી અંગે તેની સાથે ચર્ચા કરશે, તેમજ તેની માંગણીઓ સાથે તેઓ સહમત થશે તો જ તેઓ સરકાર સાથે મધ્યસ્થી કરશે. આ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે, પાટીદાર જ નહીં, બિનઅનામત વર્ગના જરૂરિયાત મંદ લોકોને આર્થિક અનામત મળે તેમ હું પણ ઇચ્છું છું.