શોધખોળ કરો
બીટકોઈન કેસમાં CID ક્રાઈમનો સૌથી મોટો ખુલાસો, કોણ છે મુખ્ય માસ્ટરમાઈન્ડ, જાણો વિગત
1/6

સીઆઇડી ક્રાઈમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 200 બિટકોઈન ટ્રાન્સફર કરવાનો જે મામલો હતો તે કોના વોલેટમાંથી કોના વોલેટમાં ટ્રાન્સફર કરાયા તે અંગેની કોઈ કડી હજુ સુધી મળી નથી. પરંતુ છેલ્લા પાંચ દિવસથી કિરીટ પાટડિયાની જે પૂછપરછ કરવામાં આવી રહી હતી. તેમા મહત્વપૂર્ણ પૂરાવાઓ હાથ લાગ્યા હતાં. તેમાં કિરીટ પાટડિયાની સક્રિય ભૂમિકા પણ હાથ લાગી હતી.
2/6

આ સમગ્ર મામલે શૈલેષ ભટ્ટ ફરિયાદી છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું છે તે કિરીટ પાટડિયાના ઈશારે જ કરવામાં આવ્યું હતું અને કિરીટ પાટડિયા જ સૌથી મોટો સૂત્રધાર છે. કિરીટ પાટડિયાએ શૈલેષ ભટ્ટનાં પાર્ટનર હતા અને તેણે ભટ્ટ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેનો ગુનાહીત ઈતિહાસ છે.
Published at : 04 May 2018 02:19 PM (IST)
View More



















