અમદાવાદઃ શહેરની બે યુવતીઓ એકબીજા વગર રહી ન શકતાં ભાગી ગઈ હતી. આ અંગે પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવતા યુવતીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, પરંતુ તેમની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં, પોલીસે તેમને રક્ષણ સાથે જવા દીધી હતી.
2/4
આ ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદના રામોલ વિસ્તારમા બે યુવતીઓ ઘરેથી નાસી ગઈ હતી. એક જ સમાજની યુવતીઓ સાથે ભાગી જતા પરિવાર રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધી યુવતીઓની શોધખોળ શરૂ કરી તો બન્ને યુવતીઓ વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો.
3/4
આમાંની એક યુવતીના ડિસેમ્બરમાં લગ્ન છે. પોલીસની શોધખોળ વચ્ચે બન્ને યુવતીઓ રહસ્યમય રીતે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમજ પોલીસ સમક્ષ લિવ-ઈન રિલેશનશીપનો કરાર રજૂ કર્યો હતો. એટલું જ નહીં આ યુવતીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેનો પરિવાર માનસિક અને શારિરીક ત્રાસ આપે છે. જેથી બન્ને મિત્રો વચ્ચે પ્રેમ હોવાથી બન્ને એકબીજા સાથે રહેવા માંગે છે.
4/4
આશ્ચર્યની બાબત છે કે એક યુવતીના લગ્નની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ યુવતી પોતાની પ્રેમિકા સાથે જીવન પસાર કરવા માંગે છે. આ યુવતીના કાયદેસરના લિવ-ઈન રિલેશનની કરારની કોપી પોલીસે સ્વીકારીને યુવતીઓને એક-બીજા સાથે રહેવાની મંજૂરી આપી, પરંતુ યુવતીઓને પરિવારનો ડર છે. જેથી પોલીસે યુવતીઓને પોલીસ રક્ષણની જરૂર હોય તો આપવાની આશા વ્યકત કરી હતી.