ભૂગર્ભમાં ઉતરી ગયેલા મહેશ શાહ મીડિયા સમક્ષ હાજર થયો હતો. ત્યાંથી જ આયકર વિભાગની ટીમે તેનો કબજો લઇ આખી રાત પૂછપરછ કરી હતી. સમગ્ર પૂછપરછમાં કૌભાંડના મુખ્ય સૂત્રધારો કોણ છે/ તેની માહિતી આયકર વિભાગને મળી નથી. અમદાવાદનો મહેશ શાહ તેની એક જ જાહેરાતને કારણે હાલ તો દેશમાં વિજય માલ્યા કરતાં પણ મોટો ડિફોલ્ટર થઇ ગયો છે.
2/5
જોકે, આ તમામ રૂપિયા ગુજરાતીઓના જ હતા. મહેશ શાહે રૂ. 13,860 કરોડ જાહેર કરવાની વાત કરી તેનાથી આશ્ચર્ય થયું હતું. જોકે, ટેક્સનો પ્રથમ હપ્તો ન ભરતાં તેમને થોડી શંકા ગઈ હતી. ૩૦મી નવેમ્બર સુધી આ રૂપિયા જમા કરાવી દેવા માટે આયકર વિભાગે તાકીદ કરી હતી. ૨૮મી નવેમ્બર સુધી મહેશ તરફથી કોઇ જ તૈયારી ન બતાવાતાં આયકર વિભાગે તેની પ્રપોઝલ રદ કરી તેના ઘરે દરોડા પાડ્યા હતા.
3/5
તેમણે જણાવ્યું હતું કે, મહેશ શાહ રૂ. 500ની નોટ હોય તો બે ટ્રેક અને રૂ. 1 હજારની નોટ હોય તો એક ટ્રક ભરીને રિઝર્વ બેંકમાં આ રકમ પહોંચાડવાની હતી. એટલું જ નહીં, તેમણે એમ જણાવ્યું હતું કે, તે મોટા માથાઓ વતી આ રકમ તે જાહેર કરવાનો હતો.
4/5
આ અંગે સીએ તેહમુલ શેઠનાએ કહ્યું હતું કે, મહેશ શાહના આર્થિક વ્યવહારો વિશે તેમને કોઈ જાણકારી નથી અને રૂ. 13,860 કરોડ નેતાઓ, વેપારીઓ અને બિલ્ડર્સના હોઈ શકે. મહેશ શાહ ટ્રેક ભરીને પૈસા લઈને રિઝર્વ બેંકમાં લઈને જવાનો હતો.
5/5
અમદાવાદઃ રૂપિયા 13860 કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ અંગે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ અંગે વધુ એક ખુલાસો થયો છે. કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહને પહેલા હપ્તામામાં રૂપિયા 1559 કરોડ ભરવાના હતા. આ માટે તે ટ્રકમાં પૈસા ભરીને આવવાનો હતો.