આ અંગેની વિગતો એવી છે કે, વટવામાં પી. ડી. પંડ્યા કોલેજ પાસે આવેલ લેબાભાઈની ચાલીમા પરપાંતીય 30 વર્ષીય યુવકે ગર્ભવતી મહિલા સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસથી લોકો દોડી આવતાં તેને પકડી પાડ્યો હતો અને લોકોએ ઢોર માર માર્યો હતો. જેને કારણે તે બેભાન થઈ ગયો હતો.
2/3
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં ગર્ભવતી યુવતી પર યુવક દ્વારા બળાત્કારનો પ્રયાસ કરવામાં આવતાં લોકોએ યુવકને માર માર્યો છે. ભેગા થઈ ગયેલા લોકોએ યુવકને ઢોર માર મારતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવો પડ્યો છે. આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી.
3/3
આ પછી યુવકને બેભાન હાલતમાં જ એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ પછી ગર્ભવતી મહિલાને પણ એલ.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. વટવા પોલીસને આ ઘટનાની જાણ થતાં તે પણ હોસ્પિટલ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.