અમદાવાદઃ શહેરના બહેરામપુરાના યુવકે સરખેજના યુવકને ફેસબુક પર મિત્રતા કર્યા પછી ઘરે બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવક ફેસબૂક ફ્રેન્ડને તેનો અસ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રોજ ઘરે બોલાવી બળજબરી કરતો હતો. યુવકે ફેસબૂક ફ્રેન્ડના ત્રાસતી કંટાળીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.
2/6
હૈદારઅલી યુવકનો પીછો ન છોડતા અંતે કંટાળીને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જે અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરી હતી. આ પછી યવુકે હૈદારઅલી વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3/6
આમ, ધમકી મળતાં યુવક હૈદારઅલીના ઘરે રોજ રાત્રે 11 વાગ્યા પછી જતો હતો. અહીં તે યુવક સાથે આખી રાત તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતો. છેલ્લા છ મહિનામાં 12 વાર હૈદારઅલીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે.
4/6
આ પછી યુવક સરખેજ પોતાના ઘરે આવી ગયા હતા. આ ઘટનાના બે-ત્રણ દિવસ પછી હૈદારઅલીએ યુવકને ફરી મળવા બોલાવ્યો હતો. જોકે, યુવકે મળવાનો ઇનકાર કરતાં હૈદારઅલીએ ધમકી આપી હતી કે તારી સાથે કરેલા કૃત્યનો વીડિયો મારી પાસે છે. તારા ઘરે અને તારી ઓફિસમાં તારા મિત્રોને બતાવી દઇશ.
5/6
દરમિયાન ગત સપ્ટેમ્બર 2017માં હૈદારઅલીએ સરખેજના યુવકને પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો. યુવક સાંજે છ વાગ્યે તેને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. બંનેએ થોડીવાર પછી વાતચીત કરી હતી. જોકે, અંતે હૈદારઅલીએ પોત પ્રકાશ્યું હતું અને યુવક સાથે અડપલા શરૂ કર્યા હતા. એટલું જ નહીં, બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એટલું જ નહીં તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.
6/6
આ અંગેની વિગતો એવી છે કે, સરખેજમાં રહેતો યુવક અને બહેરામપુરામાં રહેતા હૈદારઅલી અલાબક્ષ કુરેશી (રહે. કેલિકો મિલ પાસે બહેરામપુરા) છ મહિના પહેલા ફેસબૂકથી એકબીજાના પરિચયમાં આ્યા હતા. આ પછી બન્ને મેસેન્જર પર અવારનવાર વાતચીત કરતા હતા. એટલું જ નહીં, બંને ફોન પર પણ વાતચીત કરતાં હતા.