શોધખોળ કરો
ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર, આ વખતે બગડી શકે નવરાત્રિ? જાણો શું છે કારણ
1/5

નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ધીમી ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો આ સિસ્ટમ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં ઘણી જગ્યા વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. નવરાત્રિમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ પડશે તો ખેલૈયાઓ નિરાશ થઈ શકે છે.
2/5

હાલ આ સિસ્ટમના કારણે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ સર્જાશે તેવું લાગી રહ્યું છે. આ હવાનું હળવું દબાણ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ડિપ્રેશનને લઈને અરબી સમુદ્ર તોફાની બની શકે છે. જેના લીધે મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ખેડવા ગયેલા માછીમારોને સૂચના આપવામાં આવી છે. દરિયો ખેડતા માછીમારોને પણ પરત આવી જવા તાકીદે સૂચના આપવામાં આવી છે.
Published at : 03 Oct 2018 10:06 AM (IST)
View More





















